અમદાવાદના દિવ્યાંગ મહંત બાઈક પર નર્મદા પરિક્રમા અર્થે નીકળ્યા - દિવ્યાંગ મહંત બાઈક પર નર્મદા પરિક્રમાએ નીકળ્યા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: નર્મદાએ વિશ્વની એક માત્ર નદી છે, જેની પરિક્રમા કરવામાં આવે છે અને નર્મદા પરિક્રમાનું અનેરૂં મહત્વ રહેલું છે, ત્યારે નર્મદા પરિક્રમાના મહત્વથી પ્રેરાઈ અમદાવાદના કાસીન્દ્રા ગામના મહંત રંગરામ દેવાચાર્યજી ગુરૂ સ્વામી રામાચાર્યજીએ નર્મદા પરિક્રમા શરૂ કરી છે. મહંતને બાળપણથી પોલીયો થઇ જતાં તેઓ દિવ્યાંગ છે. આમ છતાં તેમણે બાઈક પર નર્મદા પરિક્રમા શરૂ કરી છે. મહંત 24 ફેબ્રુઆરીએ નારેશ્વરથી નર્મદા પરિક્રમાએ નીકળ્યા હતા. મહંત દ્વારા બાઈક પર અમરકંટક સુધી અને પરત ભરૂચ આમ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરવામાં આવી છે. માઁ નર્મદા પર અતુટ શ્રદ્ધા હોવાના કારણે દિવ્યાંગ હોવા છતાં મહંતે નર્મદા પરિક્રમા કરી શ્રદ્ધા અને ભક્તિનો અનન્ય દાખલો બેસાડ્યો છે.