નડિયાદ: ખેલ મહાકુંભના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો - નડિયાદ સમાચાર
🎬 Watch Now: Feature Video
નડિયાદ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રશાસન, ખેડા દ્વારા ખેલ મહાકુંભ 2019ના જિલ્લા કક્ષાના રમતના વિજેતાઓને ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે યોજાયો હતો. જેમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાકુંભ દરમિયાન યોજાયેલ વિવિધ 22 જેટલી રમતોના 2910 ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. અંડર-14, અંડર-17 અને 17 વર્ષથી ઉપરની વય જુથની ત્રણ કેટેગરી ઉપરાંત 40 વર્ષ તથા 60 વર્ષ ઉપરના રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.