વડોદરામાં તંત્ર સામે સંજયનગરના વિસ્થાપિતોએ કર્યુ વિરોધ પ્રદર્શન, ન્યાય કરી માગ - વડોદરા સંજયનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7875745-thumbnail-3x2-vdr.jpg)
વડોદરાઃ શહેરમાં પાલિકાના સત્તાધીશોએ PPP ધોરણે આવાસોનું બાંધકામ કરી આપી મનમાની કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. જેના પગલે શહેર કોંગ્રેસના નેતૃત્વમાં રહીશોએ પાલિકાની વડી કચેરીએ પોતાની સમસ્યા લઈને પહોંચ્યા હતા. જ્યાં તેમણે થાળી વેલણ વગાડી અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની માંગણી કરતુ આવેદનપત્ર મ્યુનિસિપલ કમિશ્નરને પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.