રાજકોટ: નીરંજન શાહ સ્ટેડિયમમાં ચાલી રહેલ રણજી ટ્રોફીની ક્વાટર ફાઇનલ મેચમાં ગુજરાત સૌરાષ્ટ્રને હરાવી સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. ગયા વર્ષે નવેમ્બરમાં બીજી સૌથી ઝડપી T20 સદી ફટકારનાર ઉર્વિલ પટેલે રેડ-બોલ ક્રિકેટમાં પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું. તેની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ સદીએ ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ્સ અને 98 રનથી હરાવવામાં મદદ કરી. રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં ગુજરાતનો મુકાબલો જમ્મુ-કાશ્મીર અને કેરળ વચ્ચે ચાલી રહેલી મેચના વિજેતા સાથે થશે. આ દરમિયાન મુંબઈએ પણ હરિયાણાને 152 રનથી હરાવ્યું.
ગુજરાતના 511 રનના દાવમાં ઉર્વિલ 140 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો હતો, જેના કારણે ગુજરાતને 295 રનની લીડ મળી હતી. ઉર્વિલની ઇનિંગને જયમીત પટેલ (103) અને મનન હિંગરાજિયા (83) નો સાથ મળ્યો.
🏏 Huge Congratulations to Gujarat Cricket Association Men's Senior Team! 🎉🔥
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) February 11, 2025
An incredible outright victory against Saurashtra CA by innings & 98 runs in the Ranji Trophy Quarter Finals! 💪👏 With this dominant win, GCA Men's Senior Team secures a semi-final spot! 🏆
🌟 Star… pic.twitter.com/Mg7cU5NH2l
બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ સૌરાષ્ટ્રએ પોતાની પહેલી ઇનિંગમાં 216 રન બનાવ્યા હતા. જોકે, બીજા દિવસે 78 રનના સ્કોર પર સૌરાષ્ટ્રએ ગુજરાતની ત્રણ વિકેટ ઝડપી હતી. પરંતુ જયમીત અને હિંગરાજિયાએ 144 રનની ભાગીદારી કરીને ગુજરાત માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો.
બીજા દાવમાં, સૌરાષ્ટ્ર ફક્ત 197 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેમાં હાર્વિક દેસાઈએ સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારાએ બે ઇનિંગ્સમાં 26 અને બે રન બનાવ્યા. પૂજારાએ ગયા અઠવાડિયે છત્તીસગઢ સામે 234 અને આસામ સામે 99 રન બનાવ્યા હતા. આ સિવાય ચેતેશ્વર પૂજારાએ બે ઇનિંગ્સમાં 26 અને 2 રન બનાવ્યા.
Congratulations on a stellar career @ShelJackson27 👏 Wish you the best for your post-retirement innings. https://t.co/vgn7PA6jEp
— Subhayan Chakraborty (@CricSubhayan) February 11, 2025
સૌરાષ્ટ્રની આઉટ થવાની સાથે, શેલ્ડન જેક્સનની કારકિર્દીનો પણ અંત આવ્યો, જેમણે 174 ઇનિંગ્સમાં 45.80 ની સરેરાશથી 7283 રન બનાવ્યા, જેમાં 21 સદી અને 39 અડધી સદીનો સમાવેશ થાય છે. 2025 વર્ષની શરૂઆતમાં તેમણે આંતરાષ્ટ્રીય વનડે અને ટી20 માંથી સન્યાસ લીધો હતો અને હવે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જફેર કરી દીધી છે.
સૌરાષ્ટ્ર ચોથા દિવસની શરૂઆતમાં 262 રનથી પાછળ હતું અને તેની 10 વિકેટ બાકી હતી. ડાબોડી ફાસ્ટ બોલર અર્જન નાગવાસવાલાએ ત્રણ વિકેટ લીધી જ્યારે પ્રીજીતસિંહ જાડેજાએ ચાર બેટ્સમેનોને આઉટ કર્યા. જાડેજાએ પૂજારાની વિકેટ પણ લીધી. રાષ્ટ્રીય ફરજ બાદ પરત ફરેલા રવિ બિશ્નોઈએ બીજી ઇનિંગમાં બે વિકેટ લીધી.
Vidarbha enters into the Semis of the Ranji Trophy Undefeated in this season 👏
— Shantanu Pande (@Shant_Tanu) February 11, 2025
All the Boys are in super great form this season! Especially Karun Nair ( Who was denied by his own Karnataka Team) ,Harsh Dubey, Yash Rathod
AND, they've a chance to settle scores against Mumbai! pic.twitter.com/vDt2vQ3iLo
વિદર્ભ અને તમિલનાડુ વચ્ચે બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ:
પ્રથમ દિવસે 122 રન બનાવીને વિદર્ભ માટે મેચ બનાવનાર કરુણ નાયરને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. દાનિશ માલેવર સાથે 98 રનની ભાગીદારીને કારણે વિદર્ભનું પુનરાગમન શક્ય બન્યું. બાદમાં, નાયરે દુબે સાથે 106 રનની ભાગીદારી કરી જેના કારણે વિદર્ભને પ્રથમ ઇનિંગમાં 353 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. જવાબમાં, તમિલનાડુની ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 225 રન બનાવી શકી.
વિદર્ભનો ટોપ ઓર્ડર બીજી ઇનિંગમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો પરંતુ પ્રથમ ઇનિંગમાં 128 રનની લીડથી વિદર્ભને ઘણો ફાયદો થયો. યશ રાઠોડે બીજા દાવમાં શાનદાર 112 રન બનાવ્યા અને દુબે સાથે છઠ્ઠી વિકેટ માટે 120 રન ઉમેર્યા. જેના કારણે વિદર્ભે તમિલનાડુ માટે 401 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તમિલનાડુની ટીમ ફક્ત 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Mumbai qualified for the #ranjitrophy2025 semifinal.
— alekhaNikun (@nikun28) February 11, 2025
Beat Haryana by 152 runs...
Quest for 43rd Ranji 🏆 & probably will face Vidarbha in Nagpur. pic.twitter.com/GtPkJHcgkU
મુંબઈ vs હરિયાણા ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચ:
તનુષ કોટિયન અને શમ્સ મુલાની વચ્ચે આઠમી વિકેટ માટે ૧૬૫ રનની ભાગીદારીને કારણે મુંબઈએ કુલ ૩૦૧ રન બનાવ્યા. જોકે, જવાબમાં હરિયાણાએ પણ ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા પરંતુ અહીંથી હરિયાણાનો દાવ પડી ગયો અને તેઓ પ્રથમ દાવમાં મુંબઈથી 15 રનથી પાછળ રહી ગયા. પહેલી ઇનિંગમાં હરિયાણાના કેપ્ટન અંકિત સિંહે ૧૩૬ રન બનાવ્યા હતા.
બાદમાં, બીજી ઇનિંગમાં, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ 108 રન બનાવ્યા અને મુંબઈને મેચમાં આગળ ધપાવ્યું. રહાણેએ સૂર્યકુમાર સાથે ૧૨૯ રનની ભાગીદારી કરી હતી અને ભારતીય ટી૨૦ કેપ્ટન સૂર્યકુમારે પણ ૭૦ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બાદમાં, શિવમ દુબેના 48 રનની મદદથી મુંબઈએ હરિયાણા પર પોતાની લીડ વધારી.
મુંબઈ 400 થી વધુ રનની લીડ મેળવવા માટે તૈયાર દેખાઈ રહ્યું હતું પરંતુ ચોથા દિવસની સવારે ૨૫ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે હરિયાણાને જીત માટે ૩૬૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, હરિયાણા ક્યારેય સ્પર્ધામાં નહોતું કારણ કે તેઓએ 60 ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર લક્ષ્ય દલાલે સૌથી વધુ 64 રન બનાવ્યા જ્યારે સુમિત કુમારે 62 રન બનાવ્યા અને બંનેએ છઠ્ઠી વિકેટ માટે 90 રનની ભાગીદારી પણ કરી પરંતુ આ ભાગીદારી મુંબઈને જીત મેળવવાથી રોકવામાં નિષ્ફળ સાબિત થઈ.
SHARDUL THAKUR IN LAST 3 RANJI TROPHY MATCH..!!🔥
— DEEP SINGH (@TheAllr0under) February 11, 2025
Against Jammu and Kashmir
- 51 & 119 Runs and 2 wickets
Against Meghalaya
- 84 Runs and 4 wickets in both Innings , total 8 wickets. (Including a Hatrick)
Against Haryana in quarter-final
- 21 Runs and 9 wickets.
- A… pic.twitter.com/OsNOl4db2N
જમ્મુ-કાશ્મીર અને કેરળ વચ્ચેનો મેચ ચાલુ:
ચોથા દિવસની રમતના અંતે, કેરળે 2 વિકેટ ગુમાવ્યા બાદ 100 રન બનાવી લીધા છે, પરંતુ તેમને આ મેચ જીતવા માટે હજુ 299 રનની જરૂર છે. જમ્મુ અને કાશ્મીરે પ્રથમ ઇનિંગમાં 280 રન બનાવ્યા હતા જ્યારે કેરળે પ્રથમ ઇનિંગમાં 281 રન બનાવ્યા હતા, જેના કારણે તેમને એક રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. બીજી ઇનિંગમાં જમ્મુ અને કાશ્મીરે 399 રન બનાવ્યા, જેના કારણે કેરળને 399 રનનો લક્ષ્યાંક મળ્યો છે. હાલ કેરળ 6 વિકેટના નુકશાન પર 266 રન પર છે તેમને જીત માટે 183 રનની જરૂર છે. જો આ મેચ ડ્રો થાય છે તો કેરળ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે કારણ કે તેણે પહેલી ઇનિંગમાં એક રનની લીડ મેળવી હતી.
આ પણ વાંચો: