હીરા ઉદ્યોગમાં આગામી દિવાળી વેકેશન માત્ર 5 દિવસનું રાખવાની ચર્ચા - સુરત હીરા ઉદ્યોગ
🎬 Watch Now: Feature Video
સુરતઃ કોરોના મહામારીને કારણે અનેક ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન થયું છે. હાલ અનલોક 4 ચાલી રહ્યું છે. જેમાં ઉદ્યોગોને કેટલીક છૂટછાટ આપી શરૂ કરવામાં આવ્યા છે. જો કે, સુરતના હીરા ઉદ્યોગમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે ઉદ્યોગની સ્થિતિ હજૂ પણ ડામાડોળ છે, ત્યારે કડક નીતિ નિયમોથી ચાલી રહેલા હીરા ઉદ્યોગમાં આગામી દિવાળીનું વેકેશન માત્ર 5 દિવસનું રાખવાની ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અનલોક દરમિયાન હીરા ઉદ્યોગ શરૂ થયો હતો, પરંતુ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થયાં સરકારે કડક નિયમો બનાવ્યા હતા. જેના કારણે હાલમાં મેન્યુફેક્ચરિંગ સહિતના યુનિટોમાં કામ ખુબ ઓછું થઈ રહ્યું છે. જેથી દિવાળીનું વેકેશન 25થી 30 દિવસ ઘટાડી માત્ર 5 દિવસનું કરવાની ચર્ચા ચાલી રહી છે.