બોટાદમાં જાહેરનામાનો ભંગ કરતા નવ વેપારીઓ સામે પોલીસની કાર્યવાહી
🎬 Watch Now: Feature Video
બોટાદઃ લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલું છે. પરંતુ અમુક વેપારીઓ જાહેરનામાનો ભંગ કરતા દુકાન ખુલ્લી રાખતા હતા. તેની જાણ આરોગ્ય વિભાગ તેમજ શોપ ઇન્સ્પેકટરને થતા આ બંને અધિકારીઓએ પોલીસની મદદ લઇ આવા જાહેરનામાનો ભંગ કરનાર વેપારીઓ સામે સ્થળ પર દુકાન બંધ કરાવી અને પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ જાહેરનામાનો ભંગ કરનાર કુલ નવ વેપારીઓ સામે બોટાદ આરોગ્ય વિભાગ તેમજ શોપ ઇન્સ્પેકટર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.