લાકડા લેવા ગયેલ એક 12 વર્ષીય બાળા ઉપર દીપડાએ જીવલેણ હુમલો કર્યો - દીપડાએ જીવલેણ હુમલો કર્યો
🎬 Watch Now: Feature Video
દાહોદઃ ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી નજીક આવેલ કાંટુ જંગલમાં લાકડા લેવા ગયેલ એક 12 વર્ષીય બાળા ઉપર દિંપડાએ જીવલેણ હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરતા બાળકી લોહીલુહાણ અવસ્થામાં ઘટના સ્થળે જ ઢળી પડી હતી. આ બાબતની જાણ પરિવારજનો તથા ગ્રામજનોને થતાં તેઓ તાબડતોડ જંગલ તરફ જઈ બાળકીને લઈ નજીકના સરકારી દવાખાને પહોંચતા જ્યા તબીબોએ બાળકીને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.