દિલીપભાઈ સંઘાણી અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી - former Parliamentary Secretary Hirabhai Solanki
🎬 Watch Now: Feature Video
અમરેલી : ભાજપ અગ્રણી દિલીપ સંઘાણી અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેશુભાઈ પટેલના નિધનથી સમગ્ર ભાજપ પરિવાર શોકમય બન્યુ છે. ત્યારે સહકારી આગેવાન અને એક સમયના કેશુભાઈ પટેલના સાથીદાર એવા દિલીપ સંઘાણીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે કેશુભાઈ પટેલને યાદ કરી ને તેમણે જણાવ્યું હતું કે, કેશુભાઇ પટેલની ખોટ ક્યારેય નહી પૂરી શકાય. તેજ રીતે કોળી સમાજના દિગજ નેતા અને રાજ્ય સરકારના પૂર્વ સંચદીય સચીવ હીરા સોલંકીએ પણ દુઃખ વ્યક્ત કરી શ્રધાંજલિ આપી હતી.