પોરબંદરના જગન્નાથ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તોએ કર્યા દર્શન - Corona epidemic
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ જિલ્લામાં મંગળવારને અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી, જો કે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ જગન્નાથના દર્શન કર્યા હતા. દર વર્ષે આષાઢી બીજ નિમિતે જિલ્લામાં સુદામા મંદિર પાસે આવેલા જગન્નાથ મંદીર દ્વારા રથયાત્રાનું આયોજન કરાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે આ રથયાત્રાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. જોકે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે પોરબંદર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.