કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની કલેક્ટર કચેરી ખાતે ધરણા કરતા પોલીસે કરી અટકાયત - Naushad Solanki detained by police

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 9, 2020, 4:09 PM IST

Updated : May 10, 2020, 1:50 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી કલેકટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા બાદમાં પોલીસે તેની અટકાયત કરી હતી. ધારાસભ્ય સહિત અંદાજે 10થી વધુ કોંગ્રેસના હોદેદારો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. પરપ્રાંતીય શ્રમિકો પાસેથી તંત્ર અને સરકારએ ગેરકાયદેસર રીતે વતનમાં મોકલવા માટે શ્રમિક દીઠ રૂ. 650/- લીધા હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો હતો. ધારાસભ્ય નૌશાદ સોલંકીએ શ્રમિકો પાસેથી લીધેલ રકમનો ચેક આપ્યો પરંતુ તંત્રએ ન સ્વીકારતા અનેક ચર્ચાઓએ વેગ પકડ્યું છે. ધારાસભ્યએ પરપ્રાંતીય શ્રમિકો પાસેથી લીધેલ રકમ પરત કરવાની માંગ કરી હતી. જો રકમ પરત નહિ આપે તો ટ્રેન ઉપડવા નહીં દે અને ટ્રેન નીચે સુઈ જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
Last Updated : May 10, 2020, 1:50 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.