રાજકોટમાં શ્રીનાથજી હવેલીના કરો દર્શન, જેની સાથે છે શિવનો વાસ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરમાં પંચવટી સોસાયટીમાં ભગવાન શ્રીનાથજીની હવેલી આવેલી છે. હવેલી સાથે જ ભગવાન શિવનું અનોખુ મંદિર પણ છે. જેની સ્થાપના વર્ષ 1998માં કરવામાં આવી હતી. જ્યારે શિવજીના મંદિરનું 1988માં નિર્માણ કરવામાં આવ્યું હતું. હવેલી અને શિવજીનું મંદિરનું નિર્માણ ત્રણ માળની બિલ્ડીંગમાં કરવામાં આવ્યું છે. જેમાં વૃદ્ધો અને દર્દીઓને ત્રીજા માળ સુધી જવા માટે લિફ્ટની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બીજી તરફ શિવલિંગની અંદર પણ શિવલિંગ અને બહારથી શિવનું મંદિર પણ શિવલિંગ આકારનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને કારણે મંદિરની એક અનોખી ઓળખ રાજકોટમાં ઉભી થઇ છે. મંદિરમાં ભગવાનની 24 અવતારની પણ કલાકૃતિ મુકવામાં આવી છે, સાથે જ મંદિરમાં હિન્દૂ શાસ્ત્રોના મુખ્ય ચાર વેદોની મુખ્યાકૃતિ પણ અહીં રાખવામાં આવી છે.