ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભરબપોરે ભારે વરસાદ - વાતાવરણમાં પલટો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6532700-978-6532700-1585069142516.jpg)
ડાંગ: ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં મંગળવારે વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ પવનનાં સુસવાટા અને ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. સાપુતારા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સાપુતારા નજીક બોર્ડર વિસ્તારના ગામડાઓમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. હાલ ગરમીનો માહોલ છે, ગાજવીજ સાથે વરસાદ ચાલું થતાં, ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ૠતુના દ્રશ્યો સર્જાયા હતાં.