ચોમાસામાં પ્રથમ વખત દામોદર કુંડ છલોછલ જોવા મળ્યો, જુઓ દ્રશ્યો - Junagadh samachar
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ શહેર અને ગિરનાર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગીરી તળેટીમાં આવેલો દામોદર કુંડ મોસમમાં પ્રથમ વખત છલકાતો જોવા મળ્યો હતો. મધ્યરાત્રિ બાદ જૂનાગઢમાં આવેલા ગિરનાર અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને લઇને ગિરિ તળેટીમાં આવેલો દામોદર કુંડ પ્રથમ વખત છલકાયો હતો. જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જેને લઈને ઉપરવાસ અને ગિરનાર પર્વત પર મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો જથ્થો દામોદર કુંડ તરફ પ્રવાહિત થઈને આવતા દામોદર કુંડ છલોછલ ભરેલો જોવા મળ્યો હતો.
Last Updated : Jul 6, 2020, 10:56 AM IST