નર્મદા નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે હજારો હેક્ટર જમીનમાં કેળ સહિતના પાકને વ્યાપક નુકસાન - ખેડૂતોને નુકસાન
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ નર્મદાના કાંઠા વિસ્તારની ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકોનું મબલખ ઉત્પાદન થાય છે. એમાં પણ ખેડૂતો કેળની વિશેષ ખેતી કરે છે. નર્મદા નદીના બેલ્ટને બનાના હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે નર્મદા નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે કેળ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોચ્યું છે. આ ઉપરાંત નર્મદાના કાંઠા વિસ્તારમાં કેળ ઉપરાંત શેરડી કપાસ તુવેર અને શાકભાજીનું પણ ઉત્પાદન થાય છે. નર્મદાના ધસમસતા નીર ખેતરમાં ફરી વળતા પાક બળી ગયો છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂતો દ્વારા નર્મદા નિગમ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂતોના આક્ષેપ અનુસાર નર્મદા નિગમના પાણીનાં મિસ મેનેજમેન્ટના કારણે પ્રતિ વર્ષ નર્મદા નદીમાં માનવ સર્જિત પૂર આવે છે અને એમાં ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. સરકારે અતિ વૃષ્ટિ માટે પેકેજ જાહેર કર્યું છે પરંતુ રાજપીપળાથી લઇ હાંસોટ સુધીના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ.રાજપીપળાથી લઇ હાંસોટ સુધીના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો માટે સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી માંગ કરવામાં આવી રહી છે.