દાહોદ જિલ્લા કોંગ્રેસે NEET-JEEની પરીક્ષાની વિરોધમાં ધરણા યોજ્યા, જુઓ વીડિયો - NEET અને JEEની પરીક્ષાનો કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ
🎬 Watch Now: Feature Video
દાહોદ: શહેરના તાલુકા પંચાયત નજીક આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ચોક મુકામે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર દ્વારા NEET અને JEEની પરીક્ષા યોજવાની શરૂ કરાયેલી કવાયતનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કોરોના કાળમાં આ પરીક્ષાઓ મુલતવી રાખવાની માંગ સાથે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની છ માસની ફી પણ માફ કરવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ અને ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા શહેર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.