અમદાવાદમાં કરફ્યૂઃ સદા ધમધમતાં નહેરુનગર સર્કલ પર જોવા મળ્યાં આવા દ્રશ્યો... - કોરોના કરફ્યૂ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોરોના મહાવિસ્ફોટને લઇને ગઈકાલે (શુક્રવાર) રાત્રે 9 કલાકથી કરફ્યુનો અમલ તંત્ર દ્વારા શરુ કરી દેવાયો છે. અમદાવાદમાં આજે (શનિવાર) વહેલી સવારથી કડક અમલને લઇને સૂમસામ માહોલ જોવા મળી રહ્યો છે. નહેરુનગર ચાર રસ્તા પરના જોવા મળેલાં દ્રશ્યો પુરવાર કરે છે કે, તંત્ર દ્વારા સખત હાથે કામ લેવામાં આવી રહ્યું છે. પશ્ચિમ અમદાવાદના લગભગ તમામ વિસ્તારમાં લોકો કરફ્યુ પાલન કરે તે માટે પોલીસની ટૂકડીઓ પણ ગોઠવાઈ ગઈ છે. ગઈકાલે લોકો ખરીદી માટે ઉમટી પડ્યાં બાદ રાતના નવ વાગ્યા સુધીમાં દુકાનો બંધ કરી પોતાના ઘેર પહોંચવા નીકળી ગયાં હતાં તેવી જ રીતે આજે પણ કરફ્યૂને લઇને લોકોમાં પણ જાગૃતિ રહે અને કોરોનાને કાબૂમાં લેવાના પ્રયત્ન સફળ થાય તેવી તંત્રની લોકો પાસે અપેક્ષા છે.