અમરેલીના જાફરાબાદમાં ટોળા એકઠા થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી - Jafrabad news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7292428-315-7292428-1590063539302.jpg)
અમરેલી : જાફરાબાદ શહેરમા ટોળા એકઠા થવાની ઘટના સામે આવી હતી. જેમાં ખારવા સમાજના આગેવાનો દ્વારા ખલાસીઓનો 2 માસનો પગાર કાપવાનો નિર્ણય લેતા સ્થિતિ ઉગ્ર બની હતી. લોકોના ટોળાઓ દ્વારા આગેવાનોના ઘરે પહોંચી અને પથ્થરમારો શરૂ કર્યો હતો. ટોળુ બેકાબુ બનતા સ્થિતિ વણસી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં અમરેલી એસ.પી નિરલિપ્ત રાય સહિત પોલીસનો મોટો કાફલો જાફરાબાદ પહોંચ્યો હતો. એલ.સી.બી, એસ.ઓ.જી. સહિત કોસ્ટલ વિસ્તારની પોલીસને જાફરાબાદ બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થિતિ કંટ્રોલ કરવા 8 થી વધુ ટીયર ગેસ છોડ્યા હતા અને કૉમ્બિંગ હાથ ધર્યું હતું. તેમજ એસ.પી દ્વારા સમગ્ર જાફરાબાદ શહેરને કંટ્રોલમા લઇ ટોળા વિખેરી, ચપટો બંદોબસ્ત ગોઠવી અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.