અમદાવાદમાં એપાર્ટમેન્ટના સભ્યોએ વિવિધ સ્પર્ધાનું કર્યુ આયોજન
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : આજના સમયમાં આપણી પાડોશમાં કોણ રહે છે. તે પણ ખબર હોતી નથી ત્યારે અપાર્ટમેન્ટ્ના સભ્યો જ્યારે સાથે હળીમળીને કોઇ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમાં ભાઇચારો અને ભાવિ પેઢીને એકબીજા સાથે હળવા મળવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. વેજલપુર વિસ્તારમાં આવેલા સિવન્તા એપાર્ટમેન્ટમાં એપાર્ટમેન્ટ્ના સભ્યો દ્વારા ફેમીલી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અને વડીલો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાળકો, મહિલાઓ, પુરુષો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઇવેન્ટ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મહિલાઓની અને પુરુષોની અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. મહિલાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિવન્તા અલ્ટીમેટ ફાઇટર્સની ટીમ વિજેતા બની હતી અને પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિવન્તા સ્ટલીઅન વિજેતા બની હતી. જ્યારે બાળકોની ક્રિકેટ મેચમાં મોટુ અને પતલુંની બે ટીમમાંથી પતલુંની ટીમ વિજેતા બની હતી. આ ઉપરાંત 100 મીટર, 200 મીટરની દોડ, ટેગ ઓફ વોર, રીંગ ટોઝ જેવી વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Last Updated : Jun 28, 2019, 1:21 PM IST