રાજકોટમાં મતગણતરીના સેન્ટર હાલ પોલીસ છાવણીમાં... - Rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ લોકસભા બેઠક માટે ગુરૂવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. વહેલી સવારે 7 કલાકથી મતગણતરી શરૂ થશે. પ્રથમ બેલેટ પેપર ત્યાર બાદ EVM અને છેલ્લે VVPADની મતગણતરી થશે. આ બેઠક પર ભાજપના મોહન કુંડારિયા બીજી વાર રિપીટ કરાયા છે. જ્યારે કોંગ્રેસના લલિત કગથરા જે હાલ પડધરી ટંકારાના ધારાસભ્ય છે. બીજી તરફ મતગણતરીને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે. મતગણતરી સેન્ટરને હાલ પોલીસ છાવણીમાં ફેરવામાં આવ્યું છે.