અમદાવાદમાં મતગણતરીના સેન્ટરની તૈયારીઓ, જુઓ વીડિયો - Gautam Joshi
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આવતીકાલે સમગ્ર દેશમાં લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો જાહેર થશે અને દેશમાં કોની સરકાર બનશે તે નક્કી થશે ત્યારે લોકસભાની ચૂંટણીના માટે મતગણતરી સેન્ટરો ઉપર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પૂર્વ લોકસભા વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકો માટે અલગ-અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પોસ્ટલ બેલેટ માટે પણ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુરૂવારે જે કર્મચારીઓ મતગણતરી રૂમમાં બેસવાના છે, તેમને અધિકારી દ્વારા એક સેશન રાખવામાં આવ્યું હતું. તેઓને ગુરૂવારની મતગણતરી માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી સેન્ટર LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોલીસના જવાનો સાથે બેઠક પણ કરી હતી.તમામની ગુરૂવારે ફરજમાં કોઈ ચૂક ન થાય તે માટે ખાસ સુચના આપી હતી.