એવું તો બન્યું કે, કોંગ્રેસનાં કોર્પોરેટરે નોટોનો વરસાદ કરીને ભાજપ સામે દર્શાવ્યો વિરોધ - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2021, 9:14 AM IST

Updated : Dec 21, 2021, 9:37 AM IST

ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Gandhinagar Municipal Corporation) મંગળવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા અનોખો વિરોધ (Opposition by congressional corporators) કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પર આક્ષેપો કર્યા હતા કે, આ પૈસા દે ભૂખી સરકાર છે અને પૈસા વગર કોઈ કામ થતાં નથી જેને ધ્યાનમાં લઈને કોંગ્રેસ કોર્પોરેટર અંકિત બારોટ (Congress Corporator Ankit Barot) સામાન્ય સભાની બહાર જ ચલણી નોટોનો વરસાદ કરીને વિરોધ દર્શાવ્યો હતો અને આ પૈસા લઈને તંત્ર તાત્કાલિક ધોરણે કામ કરે તેવા પણ આક્ષેપ કર્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો અંકિત બારોટે આક્ષેપ કર્યા હતા કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સફાઇ કામદારો અને નિયમિત તમારે પગાર મળતો નથી અને તેઓને સમયસર પગાર મળવો જોઈએ તથા તેઓને કાયમી કરવામાં આવે તેવી પણ માંગ કોંગ્રેસના એકમાત્ર ચૂંટાયેલા આવેલ કોર્પોરેટર અંકિત બારોટ કરી હતી.
Last Updated : Dec 21, 2021, 9:37 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.