આર્યકન્યા ગુરુકુળ સ્કૂલ વિરૂદ્ધ ફી ઉઘરાણી બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી - Aryakanya Gurukul School
🎬 Watch Now: Feature Video
પોરબંદર : કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ કારણે તમામ સ્કૂલ-કોલેજો બંધ હતી. ત્યારે અમુક સ્કૂલો દ્વારા ઓનલાઇન એજ્યુકેશનમાં બાળકોને PDF ફાઇલ મોકલી આપવામાં આવતી હોય છે. પરંતુ ઘણા વાલીઓનો આ એજ્યુકેશનથી વિરોધ હોવા છતાં આર્યકન્યા ગુરુકુળ સ્કૂલ દ્વારા ફોન કરી ફીની ઉઘરાણી કરાતા હતા. તેથી વાલીઓ NSUI સાથે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આ બાબતે રજૂઆત કરી હતી. કોરોના કાળમાં ઘરની આર્થિક સ્થિતિ પણ મુશ્કેલીમાં હતી. બાળક સ્કૂલે ન ગયું હોવા છતાં ફી માંગવામાં આવતા શાળા સંચાલકોનું આ પ્રકારનું વલણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી.