દુષ્કર્મના આરોપીઓને ફાંસી કે આજીવન કેસ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે : CM - latestgujaratinews
🎬 Watch Now: Feature Video

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રાજકોટના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. તેમણે વડોદરા દુષ્કર્મ મામલે જે આરોપીઓ ઝડપાયા છે. તે મામલે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે રાજકોટ, સુરત અને વડોદરાના જે પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. તેના આરોપીઓને સફળતા પૂર્વક ઝડપી પાડ્યા છે. તેમજ રાજ્ય સરકાર આ આરોપીઓને આજીવન કેસ અથવા ફાંસીની સજા થાય તેવા પ્રયાસો હાથ ધરશે. તેમજ આવા કેસનો ઝડપી નિકાલ થાય અને આરોપીઓને વહેલી સજા થાય તે દિશામાં પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે.