જનતા કરફ્યૂના દિવસે CM રૂપાણીનો પ્રજાજોગ સંદેશ, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: વડાપ્રધાન મોદીએ રવિવારે જનતા કરફ્યૂનું આહ્વાન કર્યું છે. જેને સમગ્ર દેશમાં પ્રચંડ સમર્થન મળ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જનતા કરફ્યૂના દિવસે એક પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. જેમાં CMએ જનતા કરફ્યૂને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ નાગરિકોનો આભાર માન્યો હતો. CM રૂપાણીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત કોરોના વાઇરસના સ્ટેજ બીજાથી ત્રીજા સ્ટેજ તરફ જઇ રહ્યું છે, ત્યારે આપણી તમામ લોકોની ફરજ બને છે કે, આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે સતર્ક રહીંએ. જરૂરી કામ વગર બહાર નીકળવાનું ટાળીએ. ગુજરાતના ચાર મોટા શહેર લોકડાઉન કરવામાં આવ્યા છે. જેમાં હવે ગાંધીનગરની પણ લોકડાઉન કરવામાં આવશે. CM રૂપાણીએ જણાવ્યું હતું કે, જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. તેથી તેનો સંગ્રહ ન કરવો અને અફવાઓથી દૂર રહેવું. CM વિજય રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન કરાયેલા તમામ શહેરોની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ આગામી 25 તારીખ સુધી બંધ રહેશે. સરકાર સતત કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે પગલા લઇ રહીં છે.