ETV Bharat / state

કરોડોનો ખર્ચ પાણીમાં! સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાયું - APRON RCC STRUCTURE WASHED AWAY

સુરત શહેરમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતા કોઝ વે વધુ ટકે તે માટે બનવામાં આવેલા રસ્તાનું નામોનિશાન મટી ગયું છે.

સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાઇ ગયું
સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાઇ ગયું (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 4:15 PM IST

સુરત: શહેરમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતા કોઝ વે વધુ ટકે તે માટે બનવામાં આવેલા રસ્તાનું નામોનિશાન મટી ગયું છે. કૉઝ વેની લગોલગ 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર ગણતરીના 2 વર્ષમાં જ 15 ઈંચની ડીપ સુધી ધોવાઇ ગયું છે.

RCC સ્ટ્રક્ચરમાં ધોવાણથી સળિયા દેખાવા લાગ્યા: RCC સ્ટ્રક્ચર જાણે કે માટીની ઓટ હોય તે રીતે ધોવાણમાં સળિયા પણ બહાર આવી ગયા છે, તેની સાથે કોંક્રિટના ટુકડે ટુકડા થઇ દૂર દૂર સુધી વિખેરાઇ ગયા છે. નિર્માણના માંડ 2 વર્ષમાં આટલી હદે થયેલા ધોવાણથી કરાયેલી કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ત્યારે હાઈડ્રોલિક વિભાગને આ બાબતે સવાલો ઉભા કરાયા. ત્યારે સિવિલ વર્કની મજબૂતાઈ મામલે રિસર્ચ રિપોર્ટ બાદ જ નિષ્કર્ષ કાઢવાનું રટણ ચલાવ્યું હતું અને જાણે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાઇ ગયું (Etv Bharat gujarat)

અઢી વર્ષમાં રોડ ધોવાઇ ગયો: આ એપ્રોન રસ્તા માટે ઘણા ટેન્ડર આવ્યાં હતાં. તા. 24મી જૂન 2022ના રોજ વડોદરાની કંપનીને 16.20% ઊંચી બિડ અને એડિશનલ વર્કના 3.53 કરોડ મળી કુલ 17.86 કરોડ રૂપિયામાં વર્ક ઓર્ડર સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ કંપનીએ એટલું ખરાબ કામ કર્યું છે. જે માત્ર અઢી વર્ષમાં જ રોડનું ધોવાણ થઇ ગયું છે. રસ્તાના સળિયા પણ વેર વિખેર હાલતમાં પડ્યા છે અને જાણે રસ્તાનું હાડપિંજર બહાર આવ્યું હોય એ પ્રકારે નજરે ચડી રહ્યું છે. પ્રજાના ટેક્સ રૂપી પૈસાનો આ રીતે વેડફાટ થતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિરોધ પક્ષ સતત શાસકોને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાઇ ગયું
સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાઇ ગયું (Etv Bharat gujarat)
સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાઇ ગયું
સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાઇ ગયું (Etv Bharat gujarat)

આ પણ વાંચો:

  1. બોપલની 22 માળની 'ઇસ્કોન પ્લેટિનમ' માં ભીષણ આગ, એક મહિલાનું મૃત્યુ, એક બાળકી ICU માં
  2. શું બન્યું હતું બોપલની 'ઇસ્કોન પ્લેટિનમ'માં ? બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટી છે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.