છોટાઉદેપુર ARTOમાં લાઇસન્સ માટે લાંબી લાઇનો લાગી - નવા ટ્રાફિક નિયમ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર: કેન્દ્ર સરકાર નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા બાદ ગુજરાત સરકારે તેમાં સુધારા કરી લાગુ કર્યા છે. રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થાય બાદ PUC, ડ્રાઇવિંગ લાઇસન્સ લોકો મોટા પ્રમાણમાં કઢાવી રહ્યાં છે. છોટા ઉદેપુરના ARTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રવિવારે ભીડ ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે રવિવારે અને શનિવારે પણ RTO ચાલુ રાખવોનો નિર્ણય કર્યો છે. છોટા ઉદેપુરમાં રવિવારે 50 જેટલા ડ્રાઇવિંગ લાઇસન્સની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.