CM વિજય રૂપાણીએ કર્યા મા અંબાના દર્શન, કોરોનાથી મુક્ત કરવા કરી પ્રાર્થના - Chief Minister
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાની મહામારીને લઈને ઘણા લાંબા સમય બાદ મા અંબાના દ્વાર ખુલતા સજોડે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ તેમણે સમગ્ર વિશ્વ આ કોરોના વાઈરસની મહામારીમાંથી મુક્ત થાય તેવી માં અંબાને પ્રાર્થના પણ કરી હતી. આ સાથે જ તેમણે વહેલી સવારની આરતીનો પણ લાભ લીધો હતો. માં અંબાના ભાદરવીના મેળા પહેલા પરિસ્થિતિ સાનુકૂળ થાય અને ભાદરવીનો મહામેળો યોજાય એવી પણ પ્રાર્થના કરી હતી.