મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોના વાયરસ અંગે જાગ્રુત રહેવા માહિતી આપી - કોરોના વાયરસ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંબોધન કરીને રાજ્યની પ્રજાને સાવચેત રહેવા જણાવ્યું છે. ડરવાની કોઈ જરૂર નથી, સરકાર દ્વારા જે પણ આદેશ કે માર્ગદર્શિકા જાહેર કરે તેનું પાલન કરવું જોઈએ. સરકાર તમામ પગલા લઈ રહી છે, અને આપ પણ સરકારને મદદ કરશો. કોરોના વાયરસ 140 દેશોમાં ફેલાયો છે. તેનો ભય વધારે છે. પણ સદનસીબે ભારતમાં તેટલો વધુ ફેલાયો નથી. ગુજરાતમાં ઝીરો પોઝિટવ કેસ છે. તેમ છતાં સાવેચતી તે રોગ અને વાયરસ સામે લડવાનો ઉપાય છે. ગુજરાતની પ્રગતિને કારણે વિદેશથી લોકો ગુજરાતમાં આવે છે. કોરોના વાયરસનો વ્યાપ વધે નહી તે માટે આપણે સતર્ક રહેવાની જરૂર છે. રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. આઈસોલેશન વોર્ડ તૈયાર રખાયા છે. શાળા કોલેજ 31 માર્ચ સુધી બંધ કર્યા છે. મલ્ટીપ્લેક્સ અને સ્વીમીંગ પુલ પણ બંધ કરવામાં આવ્યા છે. જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. કોરોના વાયરસ જીવલેણ નથી. જો યોગ્ય સારવાર ન લેવામાં આવે તો જ મૃત્યુ થાય છે. તમામ નાગરિકોને બે હાથ જોડીને પ્રાર્થના છે કે, રાજ્ય સરકાર દ્વાર જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરો. નાગરિકોનું આરોગ્ય સારું રહે તે માટે સરકાર ચિંતા કરી રહી છે. સાડા છ કરોડ ગુજરાતીઓએ જનજાગૃતિ અભિયાન અપનાવ્યું છે, તેમનો હું આભાર માનું છું.