Gujarat Gram Panchayat election Result 2021: વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતમાં સભ્યને માત્ર 1 જ મત મળ્યો - 1 જ મત મળતા રમૂજ ફેલાઈ
🎬 Watch Now: Feature Video
વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતના (Gujarat Gram Panchayat election Result 2021) મતદાન બાદ મંગળવારે મતગણતરી હાથ ધરાઈ હતી. ત્યારે વોર્ડ નંબર 5માં સભ્ય માટે ઉમેદવારી નોંધાવનાર સંતોષ હળપતિ નામના ઉમેદવારને માત્ર 1 જ મત મળતા રમૂજ ફેલાઈ હતી. જો કે 1 વોટ મળ્યો તો પણ સંતોષે સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમની આંખમાંથી આંસુ જરૂર નીકળી ગયા હતાં. સંતોષના જણાવ્યું હતું કે પરિવારમાં તેમની પત્ની સહિત 12 જેટલા સભ્યો છે. પરંતુ તેમનું મતદાન બીજા વોર્ડમાં હોય તેમના મત તેમને મળ્યા નોતા.