પોરબંદરમાં શરદ પૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર ઊજવણી - occasion of Sharad Purnima
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ શરદ પૂર્ણિમા નિમિત્તે અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની રામ સી સ્વિમિંગ કલબ દ્વારા નાઈટ સ્વીમિંગનું આયોજન કરાયું હતું. સૌ મેમ્બરો અને પરિવારજનોને ઠંડા વાતાવરણમાં સ્વીમિંગની મોજ માણી હતી. ત્યાર બાદ દૂધ પૌહાનો નાસ્તો કર્યો હતો. શરદ ઋતુનો આરંભ થાય છે. ઠંડીની શરૂઆત થાય છે. આથી રાત્રીમાં દરિયામાં નાહવાનો લાહવો લોકો એ માણ્યો હતો. તો માહી ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા કીર્તિમંદિર સામેં આવેલ મોઢ વણિક જ્ઞાતિની વંડીમાં શરદ પૂનમનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં રાસ ઉત્સવમાં લોકો મનમૂકીને રાસ રમ્યા હતા.