નર્મદા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, છોટુ વસાવાએ કહ્યું સરકારનો આદિવાસી શબ્દ ભૂસવાનો પ્રયાસ - latest news of Narmada
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ જિલ્લામાં સરદાર ટાઉન હોલ ખાતે આદિજાતિ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. ત્યારે આદિવાસી પટ્ટી અંબાજીથી ઉમરગામ સુધી 14 જિલ્લાઓમાં 28 જેટલી જગ્યાઓ પર જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સરકારના કાર્યક્રમો સામે પ્રશ્ન ઉઠાવતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વાસવાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેની સામે વળતો જવાબ આપતા રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, છોટુભાઈ આજે જે વાત કરે છે એ વાત હું 2013થી કરતો આવ્યો છું. કે તમામ સમાજ આદિવાસી વિશ્વ દિનની ઉજવણીમાં જોડાય અને પોતાની માનસિકતા તમામ વર્ગો બદલે છે. આ સાથે હાલમાં શાળાઓ ખોલવા અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ ના પાડી અને કોઈ ઉતાવળ નહીં કરાય, બાળકોનું સ્વાસ્થ્ય પહેલા સાથે કેન્દ્ર સરકારની સૂચના મળ્યા બાદ શાળા ખોલવાનું વિચારીશુંની વાત કરી હતી.