અરવલ્લીમાં ઉત્સાહ ભેર ઈદની ઉજવણી કરાઇ - celebrated
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3480875-thumbnail-3x2-arl.jpg)
મોડાસાઃ મંગળવારે સૂર્યાસ્ત પછી ઈદનો ચાંદ જોવા મળતા બુધાવારે ઈદની ઉજવણી અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત તમામ નગરોમાં ઇદ-ઉલ-ફીત્રની ઉજવલી હર્ષોલ્લાસ સાથે એક બીજાને ગળે મળી ઇદ મુબારક પાઠવવામાં આવી હતી. મોડાસાના ચાર રસ્તા પર આવેલ ઐતિહાસિક ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ પછી ચાર રસ્તા પાસે મોડાસાના ધારાસભ્ય રાજુ ઠાકોર તેમજ નગરપાલિકાના ચેરમેન શુભાષભાઈ શાહ સહિત હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમોને ઈદ મુબારક પાઠવતા કોમી ઇખલાશના દ્રશ્યો સર્જાયા હતા.