વિજલપોરમાંથી રોકડ અને મોબાઇલ ચોરનારો સુરતથી ઝડપાયો - Navsari LCB Police
🎬 Watch Now: Feature Video
નવસારી: વિજલપોરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગોપાલનગર સોસાયટીમાં રહેતા અને શિક્ષિકા ઇન્દુબેન કાનજીભાઇ પટેલના ઘરેથી ગત 18 સપ્ટેમ્બર 2020ના રોજ વહેલી સવારે કોઈ ચોર ઘરમાં પ્રવેશી બે મોબાઇલ ફોન અને પર્સમાંથી 20 હજાર રૂપિયા રોકડા ચોરીને ફરાર થયો હતો. ઇન્દુબેનને ઘટનાની જાણ થતા તેમણે જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નવસારી LCB પોલીસે 5 હજાર રૂપિયાનો ફોન કબ્જે લઇ આરોપી મકસુદ ખાટીકને ચોરીનો ફોન ખરીદનાર વ્યક્તિ મારફતે પકડી પાડ્યો હતો.