રાજકોટમાં કાર ચાલકે બાઈકને અડફેટે લીધું, ઘટના CCTVમાં કેદ - સીસીટીવી ફૂટેજ
🎬 Watch Now: Feature Video

રાજકોટ: શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાર્ક નજીક રોડ ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને પૂરઝડપે આવી રહેલી કારે અડફેટે લીધો હતો. આ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં સામેની બાજુએ ઉભેલો બાઇક સવાર પણ ફંગોળાયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક વિગત મુજબ મૃતક યુવાનનું નામ લલિતનાથ અર્જુનનાથ છે. તે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાર્કમાં જ વેઈટર તરીકે કામ કરીને ત્યાં જ રહેતો હતો. ઘટનામાં અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ભાગી ચૂક્યો હતો. હાલ સમગ્ર મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.