અમદાવાદમાં શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજના ગરબામાં ખેલૈયાઓ મન મુકી ઝૂમ્યા - Ahmedabad latest News
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ દ્વારા નવરાત્રિ નિમિત્તે ગરબાનું વિશેષ આયોજન કર્યું હતુ. સ્વર્ણકાર સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં ગરબામાં જોડાયા હતા. ગરબામાં ઈનામ વિતરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ઈનામ જીતનારને હેલમેટ તેમજ અન્ય રોડ સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા. તેમજ આ ગરબામાં વિશેષ જીવદયા પર કેન્દ્રીત કરવામાં આવ્યા હતા. જેમાં સમાજના લાકોને કેવી રીતે પશુ, પક્ષીને બચાવી શકાય તેના પર સહભાગી એનજીઓ દ્વારા શોર્ટ ફિલ્મ દર્શાવાઇ હતી અને સ્વર્ણકાર સમાજને જાગૃત કરવામાં આવ્યા હતા. તે સાથે સમાજના લોકો વધુ મજબૂત બને અને બેટી બચાવોની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી, તદ્ઉપરાંત પ્રદુષણ મુક્ત રહેવા સમાજનું ધ્યાન દોરવામાં આવ્યું હતુ. 50 વર્ષથી ઉપરના લોકો ગરબા રમશે તેમને ઈનામ આપવાની વ્યવસ્થા કરી હતી. શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજના ગરબા અમદાવાદના ઈસનપુરમાં આવેલ મુખીની વાડીમાં યોજાયા હતા.