સુરતમાં બુટલેગરને જામીન મળતા જ કારમાં રેલી કાઢી, લોકોમાં ભારે રોષ - Bootlegger's Rally
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12407926-thumbnail-3x2-surat.jpg)
સુરતઃ પલસાણા કડોદરાના બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોને હવે પોલીસનો ડર રહ્યો નથી. ગુનાહિત ઇતિહાસ ધરાવતો બુટલેગર જામીન ઉપર છૂટ્યા બાદ રેલી કાઢી હતી. જેને લઈને આ વિસ્તારમાં ભારે રોષ સાથે પોલીસની કામગીરી સામે પણ પ્રશ્ન ઊભો થયો છે. પલસાણા તાલુકાના એક બુટલેગરને દારૂના ગુનાના કામે અટક કરવામાં આવી હતી. ત્યારે તે જામીન ઉપર છૂટતા જ તેણે તેના સાથીમિત્રો સાથે 6 થી 7 જેટલી જેગુઆર તથા અન્ય રોયલ કારમાં રેલી કાઢી હતી. જેથી સામાન્ય પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો.