જૂનાગઢ: આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે જિલ્લાની 6 નગરપાલિકાઓમાં પણ મતદાન હાથ ધરાયું છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલી રહેલી સામાન્ય ચૂંટણીમાં બપોરના ત્રણ કલાક સુધીમાં મતદારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે, જુનાગઢ કોર્પોરેશનમાં અત્યાર સુધી કુલ 32.49 ટકા મતદાન થયું છે.
જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ નંબર 2માં 43.28% વોર્ડ નંબર 2 માં 35.94% વોર્ડ નંબર 15 માં 34.54 ટકા મતદાન નોંધાયું છે. તેવી જ રીતે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 માં 24.81% અને વોર્ડ નંબર 11માં 25.67 ટકા મતદાન નોંધાયું છે.
તો બીજી તરફ બાટવા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં 43.30 ટકા, માણાવદરમાં 43.41%, માંગરોળમાં 49.5%, વિસાવદરમાં 46.63%, વંથલીમાં 52%, અને ચોરવાડમાં સૌથી વધારે 62.41 ટકા મતદાન થયું છે. હવે મતદાન પૂર્ણ થવાને માત્ર જુજ કલાકો બાકી છે. આવી સ્થિતિમાં મતદાનની ઓછી ટકાવારી ચૂંટણી લડતાં ઉમેદવારોની સાથે રાજકીય પક્ષોની ચિંતા પણ વધારી રહી છે.

મતદાનમાં મતદારોનો નિરુત્સાહ: આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે જિલ્લાની 6 નગરપાલિકામાં વહેલી સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું છે. મતદાનનો સાત કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં અત્યાર સુધીમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 24 ટકાની આસપાસ મતદાન થયું છે જેને ખૂબ જ ઓછું માનવામાં આવી રહ્યું છે.

છેલ્લા સાત કલાક દરમિયાન મતદારોએ મત આપવાને લઈને ખૂબ જ ઉદાસીન વલણ દાખવ્યું છે. પરિણામે ચૂંટણી લડતા ઊભા રહેલા ઉમેદવારોની ચિંતામાં વધારો અને રાજકીય પક્ષોની પરિસ્થિતિ બગડી શકે છે. જોકે હજુ પણ મતદાનમાં પાંચ કલાક જેટલો સમય બાકી છે. અંતિમ કલાકોમાં મતદાનની ટકાવારી વધે તો ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષોના જીવમાં જીવ આવે તેવી શક્યતા છે. પરંતુ હાલ માત્ર 24 ટકા જેટલું મતદાન નોંધાયું છે જેને કારણે ઉમેદવારોની સાથે રાજકીય પક્ષોમાં એક રીતે ચિંતાનું મોજું પણ પ્રસરી ગયું છે.
કેટલાક મતદાન મથકમાં મતદાન 25 થી 30 ટકાની આસપાસ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર 1માં 33.37 ટકા મતદાન નોંધાયું છે. તેવી જ રીતે વોર્ડ નંબર 2માં 27.22 ટકા, વોર્ડ નંબર 4માં 28.17 ટકા, વોર્ડ નંબર 8માં 29 ટકા મતદાન નોંધાયું છે. સાથે વોર્ડ નંબર 15માં પણ 28 ટકા મતદાન નોંધાયું છે.
સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 અને 11માં નોંધાયું છે. આ બંને વોર્ડ ભાજપના ગઢ માનવામાં આવે છે. તેવા વોર્ડમાં મતદાનની ઓછી ટકાવારી ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. તો બીજી તરફ વોર્ડ નંબર 18 અને 15માં કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવારને મજબૂત હરીફાઈ આપી રહ્યા છે. આ વોર્ડમાં મતદાનની ટકાવારી સૌથી વધારે જોવા મળી રહી છે.
નગરપાલિકામાં પણ સરેરાશ મતદાન: જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે જિલ્લાની 6 નગરપાલિકાઓમાં મતદાન હાથ ધરાયું હતું. જેમાં બાટવા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 32.42 ટકા, માણાવદર નગરપાલિકામાં 32.78 ટકા, માંગરોળ નગરપાલિકામાં 39.92 ટકા મતદાન થયું છે. અહીં ભાજપ કોંગ્રેસ અને એઆઈએએમઆઈએમ (AIAIM)ના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તો વિસાવદર નગરપાલિકામાં કુલ 33.40 ટકા મતદાન થયું છે અહીં સીધી રીતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટક્કર છે. વંથલી નગરપાલિકા પર ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીની પણ નજર છે. તેમાં અત્યાર સુધીમાં 38.74 ટકા મતદાન નોંધાયું છે.
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ગઢ ગણાતા ચોરવાડ નગરપાલિકામાં અત્યાર સુધીમાં સૌથી વધારે કહી શકાય તેટલું 47.42 ટકા મતદાન નોંધાયું છે. ચોરવાડમાં થયેલા મતદાનની ટકાવારી જૂનાગઢ કોર્પોરેશન અને જિલ્લાની અન્ય નગરપાલિકા કરતા 25 ટકા વધુ આગળ જોવા મળી રહી છે. જેને કારણે અહીં ધારાસભ્ય અને સાંસદની સીધી લડાઈ નગરપાલિકાની ચૂંટણીમાં છે તેને લઈને પણ મતદાનની ટકાવારીમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: