ભાવનગર: ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલી જીઆઇડીસીમાં રોલિંગ મીલમાં બ્લાસ્ટ થવાનો બનાવ બનવા પામ્યો હતો. આ ઘટનામાં ત્રણ પરપ્રાંતીય મજૂરો દાઝ્યા હતા. જ્યારે એકને સામાન્ય ઇજા થઇ હતી. બનેલા બનાવને પગલે ચાર જેટલા મજદૂરો દાજી જતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે બનાવને લઈને કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
સિહોરમાં GIDCમાં બન્યો બનાવ
ભાવનગર જિલ્લાના શિહોરમાં રોલિંગ મિલો આવેલી છે. ત્યારે સિહોરની જીઆઇડીસીમાં આવેલી રોલિંગ મિલમાં બોઇલરના કોલસાની ટાંકી બ્લાસ્ટ થવાને કારણે ચાર જેટલા શ્રમિકોને ઇજાઓ પહોંચી હતી અને બનાવને પગલે તમામ ઇજાગ્રસ્તોને સિહોરની હોસ્પિટલમાં 108 મારફત ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને બર્ન્સ વોર્ડમાં દાખલ કરીને સારવાર હાથ ધરાઈ હતી. જેમાં એકને સામાન્ય ઇજા થઇ છે.
અચાનક થયો બ્લાસ્ટ થતા દાઝ્યા
શિહોરની જીઆઇડીસી 1 માં આવેલી હર દેવેન્દ્ર ઇસપાત કંપનીમાં બોઇલરની કોલસાની ટાંકી બ્લાસ્ટ થવાને કારણે કુલ ચાર જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. અચાનક બનેલા બનાવને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે તમામ ચારેય ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા એ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શિહોરની જીઆઇડીસીની રોલીંગ મિલમાં બનાવ બનવા પામ્યો છે તેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત છે કોઈના મૃત્યુ થયા નથી.
સિહોરથી ભાવનગર ત્રણ રીફર કરાયા
રોલિંગ મિલમાં બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા પરપ્રાંતીય મજુરોને લઈને શિહોર હોસ્પિટલના ડોક્ટર રૂબીના પઢિયારે ટેલીફોનિક જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તમાં સંજયભાઈ ચૌહાણ 30 વર્ષીય, શિવમંગલ ભાઈ 45 વર્ષીય અને રામબાબુ 20 વર્ષીય જે 50 થી 60 ટકા દાઝેલા છે. તેમને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે હાલમાં રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: