હૈદરાબાદ: વર્ષ 2024માં વર્લ્ડ ટેનિસ ખેલાડી જેનિક સિનરને એક ટુર્નામેન્ટ દરમિયાન WADA ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ ઇન્ટરનેશનલ ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સીએ સિનર પર પ્રતિબંધ મૂક્યો ન હતો. આ સામે WADAએ CASને અપીલ કરી હતી.
ગયા વર્ષે માર્ચમાં સિનરના શરીરમાં પ્રતિબંધિત એનાબોલિક સ્ટીરોઈડ ક્લોસ્ટેબોલના નિશાન મળી આવ્યા હતા. સિનારે પછી કહ્યું, 'ટ્રેનર પાસેથી મસાજ કરાવતી વખતે આ તત્વો તેના શરીરમાં પ્રવેશ્યા કારણ કે તેણે આંગળીમાં વાગ્યા પછી આ પદાર્થનો ઉપયોગ કર્યો હતો.'
Top-ranked tennis player Jannik Sinner accepted a three-month ban in a settlement with the World Anti-Doping Agency and said Saturday the agreement ends a case that was " hanging over me" since his two positive doping tests nearly a year ago. https://t.co/g1CtX76xyI
— Washington Times Sports (@WashTimesSports) February 15, 2025
વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી જેનિક સિનરે 3 મહિનાનો પ્રતિબંધ સ્વીકારી લીધો છે. WADAએ શનિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે 'સિનરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેથી તેના પર 3 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.'
23 વર્ષીય સિનર વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA)ના બંને પરીક્ષણોમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં, WADAએ સિનર વિરુદ્ધ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ દાખલ કરી હતી, જેની સુનાવણી એપ્રિલ 2025 માં થવાની હતી.
સુનાવણી પહેલા WADA અને સિનર વચ્ચે 3 મહિનાના પ્રતિબંધ માટે કરાર થયો હતો. આ પ્રતિબંધ 9 ફેબ્રુઆરીથી અમલમાં આવશે, જે 4 મે, 2025 સુધી રહેશે. ઇટાલિયન સ્ટાર 25 મેથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપનમાં રમતા જોવા મળશે.
PTPA statement regarding the Jannik Sinner case. pic.twitter.com/WVSbtljUxt
— Professional Tennis Players Association (@ptpaplayers) February 15, 2025
ડોપિંગ કેસમાં સિનરે જણાવ્યું કે,
'આ કેસ એક વર્ષથી પેન્ડિંગ હતો અને પ્રક્રિયા એટલી લાંબી હતી કે નિર્ણય વર્ષના અંતમાં જ આવતો હતો. મેં હંમેશા સ્વીકાર્યું છે કે હું મારી ટીમ માટે જવાબદાર છું અને મારું માનવું છે કે રમતની સલામતી માટે WADAના કડક નિયમો જરૂરી છે. એટલા માટે મેં મામલો ઉકેલવા માટે WADAની ત્રણ મહિનાની પ્રતિબંધની ઓફર સ્વીકારી.'
સતત બીજો ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યો:
ઇટાલીના યુવા સ્ટાર જેનિક સિનરે 26 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું. તેણે મેલબોર્નના રોડ લેવર એરેનામાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને સીધા સેટોમાં 6-3, 7-6 (7-4), 6-3 થી હરાવ્યો હતો. તે વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમમાં સતત બીજી વખત ચેમ્પિયન બન્યો હતો.
આ પણ વાંચો: