ખેડા જિલ્લા પંચાયત પ્રમુખપદે ભાજપના નયના પટેલ રિપીટ - District Collector IK Patel
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ગુરૂવારે ચૂંટણી યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ દ્વારા ચુંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના નયના પટેલ ફરીથી પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યાં હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે બાબુ પરમાર ચૂંટાયા હતા. ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખને 28 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 16 મત મળ્યા હતા. ભાજપના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. નયના પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આગામી અઢી વર્ષ પણ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. ફરીથી વિશ્વાસ મુકવા બદલ તેમણે ભારતીય જનતા પક્ષનો આભાર માન્યો હતો.