ભાજપ પ્રદેશ અધ્યક્ષનો વડોદરા પ્રવાસ : પાટીલે આપ્યું લવજેહાદના કાયદાને સમર્થન - Patil supports Lovejehad law
🎬 Watch Now: Feature Video
વડોદરા : આગામી દિવસોમાં વડોદરા મહાનગર સેવાસદનની ચૂંટણી યોજાવાની છે. શનિવારથી 2 દિવસ માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા છે. સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવતા તેમનું સ્વાગત ભારે ઉત્સાહભેર વડોદરા ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આવનારી ચૂંટણીમાં ફરી એક વખત ભગવો લહેરાશે અને તેના માટે વડોદરા શહેર ભાજપ સક્ષમ છે. આ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષે લવજેહાદના કાયદાને સમર્થન પણ આપ્યું હતું.