ભુજમાં સંવિધાન બચાવો રેલીમાં પ્રભારી પ્રધાન દિલીપ ઠાકોર જોડાયા - support caa nrc
🎬 Watch Now: Feature Video
કચ્છઃ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આજે ભુજ ખાતે સંવિધાન બચાવો રેલીમાં રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ભુજના જયુબિલી સર્કલ ખાતે જાહેર સભામાં વિવિધ સમાજના આગેવાન તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાન દિલીપ ઠાકોર CAA અને NRC કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય ગણાવ્યો હતો. રેલી જુબેલી ગ્રાઉન્ડ ભુજના રાજ માર્ગો પર ફરી ત્યારબાદ કચ્છ કલેકટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.