કચ્છ: ભુજ તાલુકાના નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકરને 22 ફેબ્રુઆરીના રાજકોટની ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવશે. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ દર વર્ષે રાજ્યમાં પસંદ થયેલા પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકોને આપવામાં આવે છે. જેમાં શિક્ષણ, સમાજ સેવા, ઈનોવેશન, સાહિત્ય સહિતના વિવિધ ક્ષેત્રે ઉમદા કાર્ય કરનારા શિક્ષકોને સન્માન અપાય છે. જેમાં 21000નો પુરસ્કાર પણ આપવામાં આવશે. આ સાથે ટ્રોફી અને પુસ્તકો આપીને સન્માનિત કરાશે. આ સંસ્થાના સમગ્ર રાજ્યમાં 20 જેટલા મેગેઝીન અને સમાચાર પત્રો બહાર પડે છે. જેમાં એવોર્ડ મેળવનાર શિક્ષાકોની કાર્યપ્રણાલી અને તેમનું જીવન વૃત્તાંત છાપવામાં આવે છે. કચ્છ જિલ્લા એક દાયકાના ઇતિહાસમાં આ બીજી વ્યક્તિને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
શિક્ષણની શ્રેષ્ઠ કારકિર્દીનો શ્રેય જીલ્લા તાલીમ ભવનને: કૃપાબેન નાકરે જણાવ્યું હતું કે, તેમની શૈક્ષણિક કારકીર્દીની શરૂઆત 5 નવેમ્બર 1998થી લોડાઇ ખાતેથી થઈ હતી.ત્યાં તેઓ શિક્ષિકાની સાથે ગ્રુપ શાળાના આચાર્ય તરીકે પણ કાર્યરત હતા ત્યાંથી તેમની સેડાતા પ્રાથમિક શાળામાં બદલી થઈ હતી.ત્યાર બાદ 17 વર્ષ સુધી તેમણે સીઆરસી તરીકેની કામગીરી નિભાવી હતી.ત્યાર બાદથી ભુજની નવનીત નગરની શાળામાં તેઓ ફરજ બજાવી રહ્યા છે.શિક્ષણની શ્રેષ્ઠ કારકિર્દીનો શ્રેય જીલ્લા તાલીમ ભવનને તેઓ આપે છે.
કૃપાબેન જિલ્લા તાલીમ ભવનમાં તજજ્ઞ તરીકે આપે છે સેવા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એમ. એલ. એલમાં તજજ્ઞ તરીકેની કામગીરી કરવાની શરૂઆત થઈ ત્યારે ઘણો બધો વિરોધ થયો હતો કારણ કે શૈક્ષણિક કારકીર્દીના બે મહિના જ થયા હતા તે વ્યક્તિ કંઇ રીતે અન્ય શિક્ષકોને તાલીમ આપી શકે.આજદિન સુધી કૃપાબેન જિલ્લા તાલીમ ભવનમાં એક તજજ્ઞ તરીકે સેવા આપી રહ્યા છે.
![શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકરને મળશે સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-kutch-05-krupaben-nakar-video-story-7209751_11022025160545_1102f_1739270145_387.jpg)
બાળગીતો અને બાળવાર્તાઓ દ્વારા ક્લાસની શરૂઆત: કૃપાબેન નાકર નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા તેમજ આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવે છે. તેમની શાળામાં 1થી 5 ધોરણના વિધાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે.તેમની દ્વારા શાળામાં ક્લાસ લેવાની શરૂઆત બાળગીતો અને બાળવાર્તાઓ દ્વારા કરવામાં આવે છે.બાળકોને પણ આ ગમે છે અને આ રીતે અભ્યાસ કરવામાં આનંદ આવે છે.બાળકો શિક્ષકોને પગે લાગે છે અને આશીર્વાદ પણ મેળવે છે.
![શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકરને મળશે સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-kutch-05-krupaben-nakar-video-story-7209751_11022025160545_1102f_1739270145_100.jpg)
ગણિત વિષય પર બાયસેગ તજજ્ઞ: કૃપાબેન નાકર ધોરણ 1 થી 8 ના વિષયવસ્તુ પર મજબૂત પકડ ધરાવે છે તેમજ જનરલ નોલેજ પર પણ પ્રભુત્વ ધરાવે છે. તેઓ ગણિત વિષય પર બાયસેગ તજજ્ઞ છે તેમજ હિન્દી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ તેમની પાસે છે. તેમને 800 જેટલા બાળગીતોના ખ્યાલ છે સાથે જ પેડાગોજીનું પણ તેમની પાસે જ્ઞાન છે તેમજ બાળ મનોવિજ્ઞાનની પણ તેમની પાસે સમજ છે.
![શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકરને મળશે સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-kutch-05-krupaben-nakar-video-story-7209751_11022025160545_1102f_1739270145_1060.jpg)
4500થી વધુ દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ: આ ઉપરાંત કૃપાબેન ના કરે હિન્દી વિનીત પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તો 2018 માં લેવાયેલી સીઆરસી પરીક્ષામાં પણ તેઓ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવ્યા હતા તેઓ વર્ષ 2010 થી જિલ્લાની કોર ટીમની સભ્ય છે. તો બિન કચ્છી શિક્ષકો માટે તેઓ 15 વર્ષથી જિલ્લા તાલીમ ભવનમાં તજજ્ઞ તરીકે સેવા પણ આપી રહ્યા છે. કચ્છના 10 તાલુકાની શાળાની અંદાજે 4500થી વધુ દીકરીઓને દાતાઓના સહકારથી છ વર્ષથી તેઓ સેનેટરી પેડનું વિતરણ પણ કરે છે જેની નોંધ આઇઆઇએમ અમદાવાદ દ્વારા પણ તેમના ઈનશોધ પેજ પર લેવામાં આવી હતી.
![શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકરને મળશે સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-kutch-05-krupaben-nakar-video-story-7209751_11022025160545_1102f_1739270145_633.jpg)
5 જેટલા પુસ્તકો લખ્યા અને પ્રકાશિત કર્યા: આ ઉપરાંત કૃપાબેન નાકરને પુસ્તકો લખવાનો પણ શોખ છે તો સાથે જ વિવિધ પુસ્તકોનો વાંચન કરવા માટે પણ તેમની પાસે 1000થી વધુ પુસ્તકોની તેમના ઘરમાં મીની લાઇબ્રેરી છે. કૃપા બેને વર્ષ 2017 માં સહજ આનંદ (બાળગીત), વર્ષ 2018 માં બાબુડેજી બોલી (બાળવાર્તા), વર્ષ 2023 માં ટપાલ (કાવ્ય), વર્ષ 2014માં અમીયલ (કાવ્ય), વર્ષ 2024 માં મૌનવાણીના પડઘા (કાવ્ય) જેવા પુસ્તકો લખ્યા છે અને પ્રકાશિત પણ કર્યા છે.
![શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકરને મળશે સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-kutch-05-krupaben-nakar-video-story-7209751_11022025160545_1102f_1739270145_234.jpg)
શાળાના બાળકો શિક્ષકોના કાર્યથી ખુશ: કૃપાબેન નાકરને તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાના મળીને કુલ 17 જેટલા એવોર્ડ્સ મળ્યા છે. આ તમામ એવોર્ડ્સ મળવાનો એક જ તાત્પર્ય છે કે શાળાના બાળકો શિક્ષકોના કાર્યથી ખુશ છે. બાળકોને જેવુ ગમે છે તેવું કાર્ય શિક્ષકો દ્વારા પીરસવામાં આવે છે. પરીક્ષાલક્ષી કામો પણ કરવામાં આવતા હોય છે અને તે બાળકોના પરિણામમાં જોવા મળે છે.
![શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકરને મળશે સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-kutch-05-krupaben-nakar-video-story-7209751_11022025160545_1102f_1739270145_277.jpg)
સિસ્ટર નિવેદિતા પુસ્તકાર માટે પસંદગી: સિસ્ટર નિવેદિતા પુસ્તકારમાં માત્ર વર્ગખંડમાં થતા કાર્ય નહીં પરંતુ સમગ્ર સમુદાયને, શાળાને આગળ લાવવા માટે કેવા પ્રયત્નો કરવાં આવ્યા છે તે તમામ પાસાઓને આવરી લઈને આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ મારી શાળાના બાળકો થકી જ તેમને મળી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું.જ્યારે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો ત્યારે શાળાના તમામ વિધાર્થીઓ ખુશ થઈ ગયા અને શિક્ષિકા કૃપાબેન નાકરને ભેટી પડ્યા હતા. બાળકોને મનગમતી પ્રવૃતિઓ કે જે અભ્યાસક્રમ સબંધિત હોય છે તેને ઇનોવેટિવ રીતે કરાવવામાં આવે છે ત્યારે બાળકો રાજી થાય છે.
![શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકરને મળશે સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/gj-kutch-05-krupaben-nakar-video-story-7209751_11022025160545_1102f_1739270145_703.jpg)
કૃપાબેન નાકરને 17થી પણ વધુ એવોર્ડ્સ: શિક્ષક તરીકે 26 વર્ષના લાંબા સેવાકાળ દરમ્યાન અનેક પ્રકારની વિશેષ કામગીરી કરવા સાથે તેમણે અનેક સિદ્ધિઓ પણ મેળવી છે.કન્યા શિક્ષણ પ્રોત્સાહન આપવા બદલ આનંદીબેન પટેલના હસ્તે વર્ષ 2000માં સન્માન,વર્ષ 2016માં નેશનલ બિલ્ડ એવોર્ડ , 2017માં GIET અમદાવાદ દ્વારા બાળ ફિલ્મ બનાવવા બદલ 'બેસ્ટ ડાયરેક્ટર' એવોર્ડ , 2017માં કલા ગૌરવ એવોર્ડ, 2018માં I.I.M. અમદાવાદ દ્વારા બેસ્ટ ઇનોવેટર ટીચર એવોર્ડ, 2018માં ગુરુ ગૌરવ એવોર્ડ, 2017માં બ્રહ્મ ગૌરવ એવોર્ડ, 2021માં કોરોનો વોરિયર સન્માન, 2020માં મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ મૈસુર દ્વારા કચ્છી ભાષામાં પ્રદાન બદલ સન્માન પ્રમાણપત્ર.
2022માં કચ્છી ભાષાના સંવર્ધન માટે કચ્છ કલા સંઘ દ્વારા સન્માન. જિલ્લા કક્ષાએ વક્તૃત્વ હરીફાઇમાં પ્રથમ આવવા બદલ સન્માન, 2023માં ઇન્ટરનેશન લાયન્સ કલબ દ્વારા બેસ્ટ ટીચર એવોર્ડ, 2022માં હમ સંસ્થા દ્વારા બેસ્ટ ટીચર એવોર્ડ, 2024માં માતૃભાષા અભિયાન અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા રાજ્ય કક્ષાનો 'બેસ્ટ ભાષા શિક્ષક એવોર્ડ'. 2024માં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા રાજ્ય કક્ષાના બેસ્ટ ઇનોવેટર 'બેસ્ટ ટીચર એવોર્ડ' તેમને મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: