દ્વારકાના ખંભાળિયામાં ભાજપે વોર્ડ નં-5 અને વોર્ડ નં-7ના કાર્યાલયનું ઓપનિંગ કર્યું - Gram Panchayat Election news
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપ ખીમાણી અને ઝવેરભાઈ ઠકરારની હાજરીમાં ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-5 અને 7ના ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અને ખંભાળીયાના ભાજપના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક મતદારો પર ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીમાં પણ લોકો ભાજપની પેનલને જ જીતાડશે તે રીતે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને ખંભાળીયાની જનતાને વધુમાં વધુ મતદાન કરી ભાજપને જીત અપાવવા માટે અપીલ પણ કરી હતી.