અબડાસા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ સિંહ જાડેજાએ કર્યું મતદાન - abdasa by election
🎬 Watch Now: Feature Video
કચ્છ: અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઇ છે. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમર્થકો સાથે મતદાન મથકે પહોંચેલા ભાજપના ઉમેદવારે કોરોના નિયમોનું પાલન કરીને પોતાના મતાધિકારની કાર્યવાહી પૂર્ણ કરી હતી. જાડેજાએ અબડાસા મત વિસ્તારમાં વિકાસના મુદ્દાને ધ્યાને રાખી મતદારોનું સમર્થન તેમને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસની ગતિએ ચાલી રહી છે. તે ગતિમાં અબડાસાને જોડવા પ્રયાસો કરાશે તેમ જણાવીને જાડેજાએ કહ્યું કે, અબડાસાના 200 કિલોમીટરના વિસ્તારના 444 ગામોને મુખ્ય વિકાસના મુદ્દા હતા તેને ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે.