ETV BHARAT APPના "ડિજીટલ ક્લાસ"ની પહેલને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બિરદાવી - ગુજરાત શિક્ષણ પ્રધાન
🎬 Watch Now: Feature Video

ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ ETV BHARAT દ્વારા દર્શાવવામાં આવતા DIGITAL CLASS અંગે ખાસ વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓને ઘરે બેસીને અભ્યાસ માટે ETV BHARAT APP દ્વારા ડિજીટલ પ્લેટફોર્મ પુરૂં પાડવા બદલ ETV ગૃપના ચેયરમેન રામોજી રાવનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્તમાન સમય ડિજિટલ યુગનો સમય છે. ટેક્નોલોજીની મદદથી વિદ્યાર્થી ઘરે રહીને ભણી શકે છે. શિક્ષણ વિભાગે ધોરણ 7, 8, 9 અને 11ના ટાઈમ ટેબલ આપ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓ ઘરેબેઠા વિવિધ વિષયોના અભ્યાસ કરી શકે છે.