જૂનાગઢમાં 71માં પ્રજાસતાક પર્વની ભવનાથમાં સાધુ-સંતોએ કરી ઉજવણી - 71st Republic Day
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ શહેરમાં આજે રાષ્ટ્રનો 71મો પ્રજાસતાક પર્વ મનાવી રહ્યું છે, ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં તિરંગાને સલામી આપીને રાષ્ટ્ર પ્રત્યે દરેક નાગરીકો તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે, જેને લઈને આજે ભવનાથ તળેટીમાં પણ સાધુ-સંતો દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાધુ-સંતોએ તિરંગાને સલામી આપીને પ્રજાસતાક પર્વની ઉજવણી કરી હતી. ભવનાથમાં આવેલા ઇન્દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ તિરંગો લહેરાવીને સલામી આપી હતી. જેમની સાથે સમગ્ર ભારત મંડળના નામી-અનામી નાના-મોટા સંતો જોડાયા હતા અને તિરંગાને સલામી આપીને રાષ્ટ્રના પર્વને ધાર્મિક આસ્થા સાથે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.