અકસ્માત થયા બાદ તંત્ર જાગ્યુ, ભરૂચના લીંક રોડ પર સ્પીડ બ્રેકર બનવાયા - bharuch latest news
🎬 Watch Now: Feature Video

ભરૂચઃ ભરૂચના લીંક રોડ પર આખરે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર બનવવામાં આવ્યાં છે. શનિવારના રોજ આ માર્ગ પર નગર પાલિકાના ટેન્કરની અડફેટે બે બાળકોના મોત નીપજવાની ઘટના બાદ સ્થાનિકોએ ચક્કાજામ કરી સ્પીડ બ્રેકર બનવવા ઉગ્ર માંગ કરી હતી. જેના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. અકસ્માતના બનાવામાં પોલીસે ટેન્કર ચાલકની ધરપડક પણ કરી હતી. આ માર્ગ પર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માતના ઘણા બનાવો બની રહ્યા હોવાના આક્ષેપ સાથે રવિવારનાં રોજ સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પીડ બ્રેકર બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર બનવવા ખાતરી આપવામાં આવી હતી. સ્થાનિકોનાં રોષને જોતા તંત્ર દ્વારા આજે સવારે જ તાત્કાલિક ધોરણે લીંક રોડ પર શંભુ ડેરી નજીક સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું.