હોળી પર્વ ઉજવવા વતન જતા લોકો માટે ભરૂચ ST વિભાગ 60 બસ ફાળવશે - એસ.ટી. વિભાગ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6322948-590-6322948-1583516018174.jpg)
ભરૂચઃ રંગોના પર્વ હોળી ધૂળેટીનાં પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હોળી ધૂળેટીના પર્વ પર શ્રમિક વર્ગ તેમના વતન જતા હોય છે. તેમને અગવડતા ન પડે એ માટે ભરૂચ ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી ધૂળેટીનાં પર્વ દરમિયાન ભરૂચ ST વિભાગ દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લા તરફ 60 વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને આ બસ સેવાનો લાભ ભરૂચ નર્મદા ચોકડી અને અંકલેશ્વર
GIDC બસ ડેપો ખાતેથી મળી રહેશ. કોઈ કંપની કે સંસ્થાના 50 મુસાફરો હશે, તો પણ ST વિભાગ બસની ફાળવણી કરવામાં આવશે.