કોરોના મહામારી, ભરૂચમાં તંત્રની મનાઈ છતાં લોકોએ નર્મદા નદીમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કર્યું
🎬 Watch Now: Feature Video
ભરૂચ : કોરોના મહામારી વચ્ચે તંત્રની મનાઈ છતાં કેટલાક લોકોએ નર્મદા નદીમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કરતા નજરે પડયા હતા. ભક્તોના દુઃખડા હરતા માં દશામાંને આજે વિદાય આપવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે તંત્ર દ્વારા નદી અને જળાશયો પર વિસર્જન માટે તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હતી અને ઘર આંગણે જ મૂર્તિનું વિસર્જન કરવા આદેશ અપાયા હતા. લોકોએ તંત્રના આદેશનું ઉલ્લંઘન કરી ધાર્મિક આસ્થા જળવાઈ રહે એ માટે નર્મદા નદીમાં દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ ટ્રેકટર ગોઠવવામાં આવ્યા હતા અને વિસર્જન માટે જતા ભક્તોની પ્રતિમા એકઠી કરી બાદમાં વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નર્મદા નદીના વિવિધ ઘાટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. મોટી પ્રતિમાની સ્થાપના કરનાર ભક્તો પ્રતિમાનું વિસર્જન ક્યાં કરે એ માટે મુંઝવણમાં મુકાયા હતા.